જય! જય! ગરવી ગુજરાત!

1873

જય! જય! ગરવી ગુજરાત!દીપે અરુણું પ્રભાતજય! જય! ગરવી ગુજરાત!ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકિત,તું ભણવ ભણવ નિજ સંતતિ સહુને પ્રેમભક્તિની રીત. -ઊંચી તુજ સુંદર જાતજય! જય! ગરવી ગુજરાત!

ઉત્તરમાં અંબામાત,પૂરવમાં કાળી માત,છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા કુંતેશ્વર મહાદેવ,ને સોમનાથ ને દ્વારકેશ એ પશ્ચિમ કેરા દેવ.છે સહાયમાં સાક્ષાત્જય! જય! ગરવી ગુજરાત!

નદી તાપી નર્મદા જોય,મહી ને બીજી પણ જોય,વળી જોય સુભટના જુદ્ધરમણ ને રત્નાકર સાગર,પર્વત પરથી વીર પૂર્વજો દે આશિષ જયકર;સંપે સોહે સહુ જાતજય! જય! ગરવી ગુજરાત!

તે અણહિલવાડના રંગ,તે સિદ્ધરાજ જયસંગ;તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત!શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે વીતી ગઈ છે રાત;જન ઘૂમે નર્મદા સાથજય! જય! ગરવી ગુજરાત!

“જય! જય! ગરવી ગુજરાત!” (c. 1873), via the Gujarati Wikisource transcription.

Public domainThis poem is in the public domain. You may read it, copy it, recite it and publish it without asking anyone.