કડવું-૧૦
ઓખાહરણ
પંથી જ્યારે ચાલે ગામ, પહેલું લે ગણપતિનું નામ;કથા ગ્રંથ આરંભે જેહ, પ્રથમ ગણપતિ સમરે તેહ. (૧)
સૌભાગ્યવંતી શણગાર ધરે, ગણપતિ કેરું સ્મરણ કરે;સોની સમરે ઘડતાં ઘાટ, પંથી સમરે જાતાં વાટ. (૨)
પંચવદનના દહેરામાંય , પહેલી પૂજા ગણપતિની થાય;એ વિના મુજને પૂજે તો, સર્વે મિથ્યા થાય. (૩)
ઉથલો—શાને કાજે રુવે પાર્વતી, શાને લોચન ચોળે;જેને ઘેર વિવાહવાજન હશે. ત્યાં બસશે ઘીને ગોળે રે. (૪)