કડવું-૩૭

પ્રેમાનંદ (1649–1714)

ઓખાહરણ

સોરઠ દેશ સોહામણો, મુજને જોયાના કોડ;રત્નાગર ગોમતી ત્યાં રાજ કરે રણછોડ. (૧)

સોરઠ દેશ સોહામણો, ન ચડ્યો ગઢ ગિરનાર;ન ન્હાયો ગંગા ગોમતી, તેનો એળે ગયો અવતાર. (૨)

સોરઠ દેશ સોહામણો, ઢેલ કેલ કરંત;ગંગોદક ભરી કંચૂકી, રાય હરિચરણે ધરંત. (૩)

સોરઠ સુઘડ માનવી, રાજ નિત નિત કરે વહેવાર;એ નગર રહે માનવી, તેને ઊભા ઊભા જુહાર રે. (૪)

(રાગ:હુલારી)

આજે રે, સ્વપ્નમાં દીઠી ગોમતીની તીર રે,આજ સ્વપ્નામાં દીઠા હળધરજીના વીર રે;આજ સ્વપ્નામાં દીઠા સુંદર ભરથાર રે,તેમાં અડધાં ઊંઘ્યાં ને અડધાં જાગતાં રે. (૫)