કડવું-૪૬
ઓખાહરણ
અનિરુદ્ધ તે જાગીને પેખે, ભુવનથી ઓરડા દેખે;કોણ કારણ અમને લાવીઆ હો. (૧)
ચિત્રલેખા બોલે શિર નામી, તમને લાવી છું હું જાણી;ઓખાને કરો પટરાણી, વર વરવાને અરથે હો, તમને લાવીઆ હો (૨)
તમે નારી ધન્ય, દીસો છો કુંવારી;કન્યા પરણું તો થાય છે અન્યાય, કેમ પરણું ઓ અસુર નંદની હો. (૩)