કડવું-૪૮
ઓખાહરણ
અનિરુદ્ધ વળતો કોપીઓ, ક્યાં ગઈ મારી ગદાય;બે જણના, મારી કરું કકડાય. (૧)
તમો જાણ્યું અહીંયાં લાવી, કર્યું ભલેરું કામ;તમને બે જણને મારી, ઊડી જાઉં દ્વારિકા ગામ. (૨)
ઓખા ત્યારે થરથર ધ્રુજી, વેગે આવી આડ;મારા પિયુજીને હું મનાવું, તું લાવી તે તારો પાડ રે. (૩)