કડવું-૮૭
ઓખાહરણ
આપ્યું મૂક્યું સર્વે પહોંચ્યું, કન્યાને વળાવો. મારા નવલા વેવાઈઓ.રથ ઘોડા ને પામરીઓ, સૌ જાદવને બંધાવો. મારા૦જરકશી જામા, તમે કૃષ્ણને પહેરાવો. મારા૦પંચ વસ્ત્ર ને શણગાર, તમે જમાત્રને આપો. મારા૦દક્ષિણના ચીર, રાણી રુક્ષ્મણીને આપો. મારા૦સાળુ ને ઘરચોળા, સતી સત્યભામાને આપો. મારા૦પાટણનાં પટોળાં, રાણી જાંબુવતીને આપો. મારા૦
(વલણ)
પહેરામણી પૂરણ થઈ, હૈંડે હરખ ન માય રે;કન્યા તેડી કોડે કરી, હવે કૃષ્ણ દ્વારિકામાં જાય રે.