કડવું-૯૦
ઓખાહરણ
સાસરિયાના સાથમાં, તું ડાહી થાજે દીકરી,હું તુજને શિખામણ દઉં, તે રખે જાતી વીસરી.સાસરિયાના સાથમાં, હળવે હળવે ચાલીએ;સાસરિયાના સાથમાં ખોળે ખાવું ના ઘાલીએ.સાસરિયાના સાથમાં, કંથ સારુ માલીએ;સાસરિયાના સાથમાં, સૈડકો આઘો તાણીએ.સાસરિયાના સાથમાં, કૂવે વાત ન કીજીએ;સાસરિયાના સાથમાં, પરપુરુષ સાથે વાત કરતાં બીહીજીએ.સાસરિયાના સાથમાં, ઢુંકી પાણી નવ લીજીએ,સાસરિયાના સાથમાં, પરપુરુષથી હસી તાળી નવ લીજીએ રે.પિયુજીને પરમેશ્વર જાણી, પગ ધોઈ પીજીએ.