કડવું-૯૨
ઓખાહરણ
તારા બાપનો બાપ તેડાવ, છોગાળા દોરડો નવ છૂટે;તારો કૃષ્ણ વડવો તેડાવ, છબીલા દોરડો નવ છૂટે.તારી રૂક્ષ્મણી માત તેડાવ, છબીલા૦તારો પ્રધુમન તાત તેડાવ, છબીલા૦તારી રતુમતી માત તેડાવ, છબીલા૦બ્રહ્માએ વાળી ગાંઠ, છબીલા૦તારો બળભદ્ર કાકો તેડાવ, છબીલા૦તારી રેવંતી કાકી તેડાવ, છબીલા૦તેની રુદ્રે બાંધી ગાંઠ, છબીલા૦દોરડો ઓખા છોડવા જાય, છબીલી દોરડો નવ છૂટે રે.બેઠી ગાંઠ તે કેમ છૂટી જાય હો લાડી.તારો બાણાસુર તાત તેડાવ, હો લાડી.તારી બાણમતી માત તેડાવ, હો લાડી.તારો શંકર તાત તેડાવ, હો લાડી દોરડો નવ છૂટે.તારી પારવતી માત તેડાવ હો લાડી.તારો ગણપતિ ભ્રાત તેડાવ, હો લાડી દોરડો નવ છૂટે.તારી શુધ બુધ ભોજાઈ તેડાવ, હો લાડી દોરડો નવ છૂટે.તારી ચિત્રલેખા ચોર તેડાવ, હો લાડી દોરડો નવ છૂટે.ઓખા છોડે દોરડો ને જાદવ જુવતી ગાય, છબીલા૦દોરડો કેમ છુટે, બેઠી ગાંઠ તે કેમ છુટી જાય, છબીલી દોરડો કેમ છુટે.