કડવું ૬
નળાખ્યાન
અનંગ અનળ તે નળને પ્રગટ્યો, વન ગયો વહ્નિ સમાવા;હયે બેઠો ચિંતામાં પેટો, લાગ્યો આકુળ યાકુળ થાવા. અનંગ. ટેક.નીલાં વસ્ત્રને નીલો વાઘો, મૃગયાનો શણગાર;અઘોરા વનમાંરાયે દીઠું, માનસરોવર સાર.સુભટ સાથે કોય મળે નહિ, એકલો ના પડે ગમ્ય;હયથકો હેઠો ઉતરીને, વના જોવા લાગ્યો રમ્ય.વૃક્સ વારુ ચારોળીનાં, ચંદના ચંપા અનંક;નાનાવિધના પુષ્પને ભારે,વળિ રહ્યાં છે વંક.મોગરો મરડાઈ રહ્યો ને, મગી અરણી ને મરેઠી;આંબલિ આવળ ને અગથિયા,એખરા ને અરેઠી.
કદિલ થંભ શોભે અતિ સુંદર, સાકર સરખી શેલડી;લવિંગલતા ને લિંબુ લલિત વળી, વિરાજે વૃક્ષવેલડી.નાલીએરી નારંગી નૌતમ, નીચાં નમ્યા બહુ નેત્ર;ફોફળિ ફાલસિ બહુ સુંદરા દીસે, ખજુર ખારેકના ક્ષેત્ર.પીપળા પીપળિ વડ ને ગુલર, દાડમડીને પલાશ;અશ્વથી ઉઅતી નળા રાજાએ, વના નિરખ્યું ચોપાસ.જળા ફળ સઅબળ દેખીનર હરખ્યો,ઉત્તમા આંબા સાખ;બાબચિ બીજોરી ને ચિનિકબાલા, ઝુલે ઝુમખા દ્રાખ.સુંદરા કુમુદનિ સરોવરા માંહે, વાયુ પ્રહારે નમંતી;દેખી અનળા તે બમણો વ્યાપ્યો, સાંભરી દમયંતી.શીતળા વાયુ વહ્નિ સરખો, લાગે રાયને તંન;નગ્ન વૃક્ષા છે કદળીનાં, તેને દેતો આલિંગન.રંભના ચુંબના કરે કેળને, થડથી મરડી પાડે;મુખથી શબ્દા કરે જેમ કોઈ, મોટો મેગળ ત્રાડે.એવે સમે બહુ હંસ ત્યાં દીઠા, સુવર્ણનાં છે અંગ;તે દેખી દમયંતી વિસરી, ટળી ગયો અનંગ.નહોતું દીઠું તે મેં દીઠું, આવ્યો દીસ અનુક્રમી;આવી કનકની જાત પંખીની, બ્રહ્માએ ક્યારે નિરમી.એકા હાથ પડે એમાંથી, પાલું પાસે રાખું,રમાડું જમાડું એને, દુઃખદાડા ખોઈ નાખું.શરપ્રહર કરું જો એને, તો એ થાય નોધન;ગ્રહણ કરવું જોઇએ જીવતું, ભૂપ વિમાસે મન.એવે સકળ પંખીનો રાજા, દીઠો પૃથ્વીમાંય;વૃક્ષતણે થડ નિદ્રા કરીને, ઉભો છે એક પાય.તેને દેખી નળ મનમાં હરખ્યો, ભેદા કરી પરવરિયો;અંબા ઓઢી અંગા સંકોડી, શ્વાસ રુંધના કરિયો.દ્રુમ થડ પુંઠે નળ ભડ આવ્યો, બેશી આઘો ચાલ્યો.લાંબો કર કરી લઘુલાઘવીમાં, પંખીનો પગ ઝાલ્યો.
ઝાલ્યો પંખી જાગી ઉઠ્યો, નળને કીધા ચંચના પ્રહાર રે;પછે પોતાની વાણી એ કરી, કરવા લાગ્યો પોકાર રે.