કડવું ૯

પ્રેમાનંદ (1649–1714)

નળાખ્યાન

નળરાજા મંદિર આવીઓ, સુભટ હંસ સાથે લાવીઓ;સૈન્ય સઘળું સાહામું જાય, હંસને દેખી વિસ્મે થાય.આ વસ્ત કાંહાંથીપામ્યા રાજાન, એણી પેરે પૂછે પરધાન;નળ કહે સરોવર માન, તાંહાંથી મૂને આપ્યો ભગવાન.એ માહારે થયો છે વીર, એમ કહી આવ્યો મંદીર;કનકનું કીધું પિંજર, હંસને રહેવાનું ઘર.એકઠા બેસી બન્યો જમે, દ્યૂત ક્રીડા તે રઅસિયા રમે;અન્યોન્ય કાઢી લે તંબોલ, મુખેવાની કરતા કલ્લોલ.હંસવિના ન ચાલે ઘડી, પ્રેમ રેહેણે પ્રીત જે જડી;અશોક વાટિકામાં એક વાર, બન્યો બેથા ગુણ ભંડાર.હંસે વાત વ્રેહેની કરી, ત્યારે નળને દમયંતી સાંભરી;દીઠો જામ્યો અકસ્માત, નેત્રે કીધું આંસુપાત.હંસ પૂછે મારા વીર, તાહારે નયને કાં વહે છે નીર;નળ કહે શું પૂછે મૂને, એટલું સૂજ નહીં પડે તૂંને.પરણ્યા કુંવારા ન જુઓ અમો, ઘરમાં ભાભી દીઠી હશે તમે;હંસા બોલે ને કર ઘસે, મેં જાણ્યું જાણ્યું ભાભી પીહેર હશે.તમો કુંવારા ના જાણ્યા માટ, શું પૃથ્વીમાં કન્યાનો દાટ;પોતાની પાંખે લોહ્યું જળ, ખગે રોતો રાખ્યો નળ.મરકલડું કરી મહીપતિ, મિત્ર સાથે બોલ્યો વીનતિ;જે દહાડે નેં તમને ગ્રહ્યા, તે બોલ શું વિસરી ગયા.તેં કહ્યું નળ મૂક એક વાર, કાંઇ હું એ કરીશ ઉપગાર;ભાઇ તે બોલ્યું કહી એ પાળશો, એ મોહોટું દુઃખ ક્યારે ટાળશો.

વળતો હંસ કહે મહારાજ, હું સરખું કાંઇ સોંપો કાજ;મહા કઠણ જે કારજ હશે., તે હું સેવકથી સર્વે થશે.નળ કહે તમો કરો સર્વથી, પન મહારી જીભ ઉપડતી નથી;કપરું કામ કેમ દેવાય, કદાપિ થાય કે નવ થાય.ન થાય તો તમો પામો ખેદ, લાજે ઘેર નાવો વાયક વેદ;હંસ કહે અમથો નવ વળું, હું ફીસાવાનું નોહું પૂતળું.ચૌદ લોકમાં ગયાની ગત્ય, તાહારું કારજ થશે સઅત્ય;નળ કહે હો પંખીજંન, શરીર સુનાનું ચંચ રતંન.એહેવી તમારી દીસે દેહ, કાંહાથી વર માન્યાભાઈ એહ;હંસા ભણે સાંભળ હો નળ, સરોવરમાં છે સોનાનાં કમળ.નિત્ય ભોજન કરવું તેહ, જેવું જમવું તેવી દેહ;પાળ પગથીએ જડ્યાં રતંન, ચંચ ધસુંઅમો પંખીજંન.તેહેની વળગે છે રેખાય, માટે રત્નજડિત ચંચાય;હવે માં પૂછશો આડી વાત, કામ શૂં ચે કોહોની ભ્રાત.નળ કહે એક વિદર્ભ દેશ, કુંદનપુર ભીમક નરેશ;તેહની દમયંતી દીકરી, કારણરૂપે તે અવતરી.

કારણરૂપ તે અવતરી, વણ દીઠે મોહ થયો અમને;તે નારીસુંવેહેવા મેળવો, એહવું માગું છૌં તમકને.