પ્રવૃત્ત થવા કહેતા મિત્રને
કલાપીનો કેકારવ
પ્રિય એ મુખ દૂર ગયું જ! સખે !કયમ અર્જુન તીર ઉપાડી શકે ?કર જે ધરતી ધણણાવી રહ્યો!બસ કાયરથી જ લુટાઈ જતો !
મૂજ કાજ તને કંઈ દર્દ ! સખે !દુઃખી હું સઘળું દુઃખ જોઈશ તે!દુઃખી જોઈશ હું ! કદી રોઈશ હું !કદી એ ઝરતું જલ લ્હોઈશ હું !
પણ ચેતનહીન કરે કર શું ?સહુ ચેતન એ મુખ સાથ ! સખે !શબ ના ઉઠશે ! કહીં એ ન સુધા !ગત ચેતનની ગઈ દૂર દવા !
ઉરના દિલના દિલદાર સખે !સુણી આ તુજ એ નયનો પીગળે !પણ એ જ રહ્યું ! હરિએ નિરમ્યું !સહજે જ્યમ દર્દ સહાય ! સખે !