પ્રેમમાં ક્રૂર દોરો

કલાપી (1874–1900)

કલાપીનો કેકારવ

જગતમાં બદલો સમજ્યા વિનાપ્રણય ના ચિરકાલ ટકી શકે !પ્રણયમાં બદલો સમજ્યા વિનાહૃદય ક્રૂર જ ક્રૂર બની શકે !

અને આ પ્રીતિને તુજ નયન જોઇ નવ શક્યા,જરા સ્પર્શી હૈયે નયન મુજ આ દૂર જ પળ્યાં;ન જાણે તું કેવું મુજ જિગર આ છે સળગતું,કદાપિ તેં માન્યું મુજ હૃદયને વજ્ર સરખું.

અરેરે ! ક્યાં સુધી રુદન કરતી તું રહી શકે ?અરેરે ! ક્યાં સુધી મુજ તરફ હૈયું ઢળી શકે ?યુગો કૈં કષ્ટોના - મદદ તુજને ત્યાં નવ મળી !વૃથા ત્‍હારી આંખો મુજ તરફ આશામય મળી ?

હવે ઊંચા શ્વાસો તુજ ઉર મહીં દાહ ભરતા,હશે તેની ઝાળે શશીરવિ તહીં એ થરરતાઃહશે એવાં એવાં તુજ ઉર મહીં કૈં થઇ ગયાં;હશે અંગે અંગો મદદ મુજ માગી ઢળી રહ્યાં;

હશે ઊંચે નીચે સહુ ય દિશ ત્‍હારૂં મુખ ફર્યું,અરેરે ! કો વાક્યે મદદ કરનારૂં નવ સુણ્યું;છૂરી ઉપાડીને તુજ કર હશે ત્યાં વિરમતો,હજી મ્હારે માટે જીવિત ધરવા તું મથી હશે.

કેવો મ્હને મધુર ત્યાં ઠપકો દઇનેછૂરી હશે મરણની દૂર ફેંકતી તું !શ્રધ્ધા હશે અડગ ત્યાં ઉછળી રહી શી,એ દૂર દૂર દિસતા પ્રણયી મહીં આ !

કેવો ત્‍હને જ મધુરો ઠપકો દઇ તુંરોઈ હશે અરર ! એ નબળાઈ માટે !કેવું હશે, અરર ! એ તલફી રહેવું !ના જીવ જાય ! નવ જીવ રહી શકે વા !

વીણાસ્વરે રસ મહીં મૃગલી ચડેલી,રે પારધીશર વતી જખમી બનેલી,ચાટી જતાં ય નિજ શોણિત કાળજાનું,ત્‍હારા સમી તૃષિત એ તલફી હશે ના !

ત્યારે ફરી ફરી વળી ઉર બૂમ પાડીધાર્યું હશે શિથિલ આશ બધી ઉપાડી;ઉડી ઉડી કબૂતરી કદી એક પાંખે -રે રે ! પ્રભુ ઉઝરડાઈ હશે પડેલી!

અરે ! અરેરે ! મુજ ક્લ્પનાઓએવી હતી ને જળતો હતો હું;

અરે ! અરેરે ! મુજ પાસ કાંઈકિન્તુ હતું ના તુજ દાહ માટે.

ત્‍હેં તો અરે ! વારિ જ વારિ યાચ્યું,સુધા હતું મ્હેં તુજ કાજ શોધ્યું !સુધા ઢળ્યું વારિ મળ્યું ન તુંને,તું પોલ રૂનો થઇ ભસ્મ રે રે !

સુધા ઢળ્યું તે કર કોઈનાથી,એ હસ્ત કો પામર માનવીનો;'હોજો હરિ તું પર, બાપુ ! રાજી.'એથી બીજું પામરને જહું શું ?

એ હસ્તની વાત હવે કરૂં ના,એ ક્રૂરતાને પણ વિસરૂં ના;ભૂલું, ન ભૂલું, થઈ તો ગયું એ,ફીટી પડ્યા સુન્દર સૌ બગીચા !

હવે નવું કૈં દિલ માનતું થયું,વિચારતાં શું ય છતાં થઈ જતું !અરે ! અરે ! ક્રૂર વધુ બનું રખે !ત્હને હજુ દાહ વધુ દ‌ઉં રખે !

હતી ન એ સૌ પણ માત્ર કલ્પના,સદાય જોઈ તુજ ઉર હું શક્યો;સદૈવ સાક્ષી મન પૂરતું મ્હને,હજુય શ્રદ્ધા મુજને તહીં રહે.

ધિક્કારન્તી મધુર લલના ! આજ છે શું મ્હને તું ?ઓહો ! એથી ઘટિત અધિકું હોય શું વિશ્વમાં આ ?ધિક્કારોને પ્રણયથી વધુ યોગ્ય હૈયું નકી આ,ધિક્કારે તું ! નહિ નહિ કશું ન્યાયથી એ વિશેષ.

ધિક્કારે તું ! પ્રણયરસમાં ન્યાયની વાત કેવી ?ધિક્કારે તું ઉચિત સહુ એ પ્રેમને એ નહીં કાં ?થાકી થાકી પ્રણય કટુથી શાન્ત કાંઈક થાવાધિક્કારોમાં તુજ જિગરને યોગ્ય આરામ લેવો.

એ ધિક્કારો તુજ હૃદયનાં દર્દ કેવાં પવિત્ર ?એ ધિક્કારો મુજ હૃદયની ક્રૂરતાનું જ ગાન !એ મ્હોં ! એ મ્હોં ! મધુર કુમળું આજ કેવું ફરેલું !ઓહો ! એવો હૃદયપલટો દર્દ લાખો પુકારે !

ઓહો ! એવો હૃદયપલટો સ્‍હેલ ના વાત કાંઈ,ઘીમે ધીમે મૃદુ કુસુમ જ્યાં વજ્રનું વજ્ર થાતું;ધીમે ધીમે નયન કુમળાં આગ રોવા શીખે જ્યાં;ધીમે ધીમે અસુર બનવું દેવને જ્યાં ગમે છે !

આ હૈયાને અનુભવ નહીં પ્રેમમાં એ નશાનો,એ સીમાની ઉપર ઉર આ કોઇ કાલે ન પ્‍હોંચ્યું;વ્હાલી ! વ્હાલી ! તુજ દરદને કલ્પવા હું અશક્ત,તું છે ત્યાં ત્યાં આ ઉર ફડફડી પ્‍હોંચવાને અશક્ત.

ત્‍હારા જેવી મુજ હૃદયની ઉગ્ર પ્રીતિ હશે ના,ત્‍હારા જેવું સહન કરવું તીવ્ર પામ્યો ન હું વા,ત્‍હારા જેવું જિગર કુમળું ન્હોય મ્હારૂં, નહીં તોધિક્કારોમાં મુજ હૃદયને ડૂબવ્યું હોત મેં એ !

ઓહો ! કેવું મધુ સુખ હશે પ્રેમ ધિક્કાર થાતાં !ઓહો કેવું મધુ સુખ હશે ત્યાગતાં સર્વ આશા !પ્રીતિ અન્તે મરણ અથવા ક્રૂરતા કે નિરાશા;એથી બીજી જગત ઉપરે હોય તે લ્હાણ કેવી!

એ ધિક્કારે તુજ હૃદયને લેઇ જાનાર પ્રાણી,એ છૂરીને ગરદન ધરી શીર્ષ સોંપી દઉં હુઃજાણું છું હું પણ નકી નકી કાલ એ આવતાં તોએ છૂરી, એ હૃદય, કર એ ચાલ્શે નીર થાતાં!

કતલ જે કરવા કર ઉપડ્યો,કુસુમ તે લઇને જ સદા ઢળ્યો !જગતમાં પ્રણયી પ્રણયી સદા,પ્રણયમાં ટકતી નવ ક્રૂરતા.