મ્હારૂં ભાવિ

કલાપી (1874–1900)

કલાપીનો કેકારવ

ભાવિ કાંઈ એ ના મ્હારે;કાંઈ એ રોવું ના ઠરે;આંખ અગાડી જોતાં હારે;તાજું શું છે કૈં?

ભાવિ ભૂત તણા ભણકારા:એની એ આંસુની ધારા:એના એ દુઃખડાના વારા:શું છે તાજું કૈં?